ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઓપન સોર્સ સોફટવેર ને ગુજરાતી મા સરળ બનાવી ને જાગ્રુતી લાવવા માટે નો પ્રયાસ

ઇન્ફોર્મેશન ટેકનોલોજી આપણી ભાષા મા

ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા ઓપન સોર્સ સોફટવેર ને ગુજરાતી મા સરળ બનાવવા નો પ્રયાસ.

with 2 comments

કોમ્પયુટર માટે ની એકેડમી, રાજકોટ, ગુજરાત, �ારત

ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકેડમી, રાજકોટ, ગુજરાત, ભારત માં.

Biztech IT Academy અને  Information Technology and Open Source Software Awareness program

લગભગ ૮ વર્ષ જેટલો સમય આઇ. ટી. સર્વિસ શ્રેત્ર  ગાળ્યાબાદ મે અનુભવ્યુ કે આઇ. ટી. મા આપણે ઘણા પાછળ છીએ અને જે પણ લોકો શીખી ને આ શ્રેત્ર મા આવે છે તેમના મા જેટલુ હોવુ જોઇએ એટલુ જ્ઞાન નથી, હુ ખુદ પૈસા ખર્ચી ને પણ કયાય શીખી ના શકયો અને ત્યારે મને સમજાયુ કે હવે મારે જાતે જ શીખવુ જોઇએ કેમકે કોઇપણ ઇન્સટિટ્યુટ કે કોમ્પયુટર કલાસ ને તો જવા દો પણ કોલેજો મા પણ સારૂ અને ઉંડુ શિક્ષણ નથી મળતુ.૨૦૦૧ મા રાજકોટ મા હુ લિનક્સ શિખવા માટે કોમ્પયુટર કલાસ ની તલાશ મા હતો ત્યારે ફક્ત એક અગ્રણી ઇન્સટિટ્યુટ દવારા માર્ગદર્શન મળ્યુ કે તેના માટે તો ગુજરાત બહાર જાવુ પડે જો સારી રીતે શીખવુ હોય તો. મને ભાન થયુ કે કોઇ ની પાસે શીખવા કરતા બહેતર છે જાતે શીખવુ કેમ કે તમને ખ્યાલ નથી કે તમારે જે શીખવુ છે તે શીખવાડનાર ને આવડે છે કે નહી.

સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એકસ્ચેન્જ અને  એન્જલ બ્રોકિંગ જેવી કંપની મા ફક્ત માઇક્રોસોફ્ટ પર જ કામ કર્યુ. ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ મા તો માઇક્રોસોફ્ટ એટલુ ઘર કરી ગયુ છે કે તેને કાઢવુ થોડુ અઘરૂ હતુ, પણ જયારે સર્વર મા લિનક્સ નો ઉપયોગ કર્યો તે એક ચમત્કાર સમાન હતો. લિનકસ મા એટલી સુવિધા મળે છે કે તમે ગમે તેટલા રૂપિયા ખર્ચવા છતાયે  માઇક્રોસોફ્ટ સર્વર અને તેના પર ઇન્સટોલ કરવા માટે બિજા સોફટવેર મા ના મળે. મારા દ્વારા  સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એકસ્ચેન્જ મા ઇન્સટોલ અને કન્ફિગર કરવા મા આવેલ લિનકસ મેઇલ સર્વર કે જેનો ઉપયોગ ૩૦,૦૦૦ યુઝર કરે છે તે સતત ૩ વર્ષ થી અડિખમ છે, એન્જલ બ્રોકિંગ રાજકોટ મા ઇન્ટરનેટ ના સિકયોર ઉપયોગ માટે અને વાયરસ,ફીશીંગ,સ્પામ,એડ અને રીસ્ટ્રિકટેડ કેટેગરી ની વેબસાઇટો આ તમામ ના બ્લોકિંગ માટે ઉપયોગ મા આવતુ લિનક્સ સર્વર પણ એવીજ રીતે સ્વયંસંચાલિત રહી ને સેવા આપે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી મા અંગ્રેજી ભાષા અને કોમ્પયુટર તથાનેટવર્ક અને એપ્લિકેશન સર્વર મા માઇક્રોસોફટ અને તેના પર જ સોફટવેર બનાવતા તેના ભાઇઓ નુ જ વર્ચસ્વ રહ્યુ છે. લોકો ને ફ્રી સોફટવેર અને ડેમો સોફટવેર (સાથે ક્રેક પણ) ખબર છે પણ ઓપનસોર્સ સોફટવેર ખબર નથી.

કોમ્પયુટર ચાલુ જ વિન્ડોઝ થી થાય છે,ઘણા લોકો નો પ્રશ્ન હોય છે કે મારા કોમ્પયુટર ને windows 98 માંથી  windows XP  કરવુ હોય તો શુ કરવુ પડશે ? ઘણા લોકો જે પ્રોગ્રામ વર્ષો થી ઉપયોગ મા લે છે અને તે ફક્ત windows 98 મા જ ચાલે છે તો તે ભલે ટેકનોલોજી કયાય પણ જાય પણ windows 98 ને નહી છોડે, જો નવા કોમ્પયુટર મા windows 98 નહી ચાલતુ હોય તો તે નહી લે. હવે ના થોડા ઘણા લોકો ને ખબર છે કે લિનક્સ શુ છે. કોમ્પયુટર વપરાશકર્તા ને મતલબ છે ઓપરેટિંગ સીસ્ટમ અને સોફ્ટવેર સાથે અને તેના નામ થી જ કોમ્પયુટર ને ઓળખે છે. જેમ કે મારૂ કોમ્પયુટર પેન્ટીયમ છે અથવા સેલેરોન છે સ્પીડ મેગાહર્ટઝ કે તે કાઇ ખબર નથી,કલર છે અને તેમા windows XP છે, એમ એસ ઓફીસ છે અને ઇન્ટરનેટ એક્સપ્લોરર પણ.

અત્યારે
કોમ્પયુટર ના વપરાશકર્તા વધી રહ્યા છે
કોમ્પયુટર સસ્તા થઇ રહ્યા છે
ઇન્ટરનેટ પણ એટલુ જ સસ્તુ થઇ રહ્યુ છે કે આમ આદમી ને પોસાય
બાળકો ને પણ સ્કુલ મા કોમ્પયુટર અને ઇન્ટરનેટ શીખવવા મા આવે છે
નવા ને નવા કોમ્પયુટર ન જાણનારા લોકો પણ શીખી રહ્મા છે

પણ,

એક મોટી ખાઇ છે અને મોટો વર્ગ છે, જેને IT નો લાભ મળશે ત્યારે જ આ
ટેકનોલોજી સફળ થઇ ગણાશે
જાણવા માટે ઉત્સુક હોય અને ન જાણવા માગતો હોય કેમ કે અઘરૂ લાગતુ હોય
જાણવા માટે ઉત્સુક હોય અને ન જાણી સકતા હોય કેમ કે પૈસા ના હોય
જાણવા માટે ઉત્સુક હોય અને ન જાણી સકતા હોય કેમ કે અંગ્રેજી ના આવડતુ હોય
જાણવા માટે ઉત્સુક હોય પણ ભણેલા ના હોય ફકત  ગુજરાતી વાંચી શકતા હોય

જીવન મા રૂપીયા કરતા મે  કામ ને મહત્વ આપ્યુ છે અને  મારી જન્મભુમી છોડી ને કયાય જવા ની ઇચ્છા ન હતી, જ્ઞાન વહેંચવા થી વધે છે તો જ્ઞાન આપવા નુ કામ છે તે ઉતમ ગણાય.ભગવાન કોઇ ને પણ કાઇ આપે છે તો સાથે ફરજ પણ આપે છે બીજા ને તેના દ્વારા મદદ કરવા ની, મને ભગવાને આઇ. ટી. નુ જ્ઞાન આપ્યુ છે તે ફક્ત મારા માટે નથી તે વિચારે મને નીમીત બનાવ્યો.

ત્યાર થી એટલે કે ૫ જુલાઇ ૨૦૦૮ થી બિઝટેક આઇ. ટી. એકેડમી ની સ્થાપના કરી અને તેના દ્વારા સંચાલીત                  Information Technology and Open Source Software Awareness program દ્વારા આઇ. ટી. અને ઓપન સોર્સ સોફટવેર મા જાગ્રુતી લાવવા, અત્યાર ના કોમ્પયુટર ઉપયોગકર્તા ને તથા નવા શીખનારા ઓ ને ઓપન સોર્સ સોફટવેર વિશે માર્ગદર્શન આપવા તથા આઇ. ટી. ને ગુજરાતી મા સરળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છુ.

પ્રવ્રુતી : ફ્રી કોચીંગ કેમ્પ , સેમિનાર અને  હવે આ બ્લોગ.

આ પ્રવ્રુતી વિશે વધારે કાઇ જાણકારી જોઇતી હોય કે સલાહ સુચનો કરવા હોય તો તમે સદા આવકાર્ય છો કેમકે મારો મોટા ભાગ નો સમય હુ તેના પર વ્યતીત કરૂ છુ.

Advertisements

Written by BIZTECH IT ACADEMY

સપ્ટેમ્બર 10, 2008 at 10:14 પી એમ(pm)

2 Responses

Subscribe to comments with RSS.

  1. good step, all the best…. let me know if i can add some inputs…..

    Dharmesh Vyas

    સપ્ટેમ્બર 18, 2008 at 12:38 પી એમ(pm)

  2. સરસ. બીજી પોસ્ટની રાહ જોઉં છું..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s